Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ડાકોર-કપડવંજ રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગોઝારો અકસ્માત: ટ્રક રોડની સાઈડીમાં ગટરમાં ખાબકતા ચાલકનો આબાદ બચાવ

ડાકોર:ડાકોર-કપડવંજ રોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતી એક ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં ટ્રક રોડની સાઈડમાંથી પસાર થતી ગટરમાં ખાબકી હતી. જો કે ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરે ચાલુ ટ્રકમાંથી કૂદી જઈ પોતાનો જીવ બચાવી લીધો હતો. 

આ અંગે મળતી માહિતી મુજબ ડાકોર-કપડવંજ રોડ પરથી ગતરોજ સવારના સમયે એક ટ્રક નં. આરજે-૩૨, જીબી-૧૩૨૧ પસાર થઈ રહી હતી. પુરપાટ ઝડપે પસાર થતી આ ટ્રક ડાકોર-કપડવંજ રોડ પર આવેલ સ્વાગત રેસીડેન્સી નજીક પહોંચી તે વખતે ટ્રકના ચાલક હજારીલાલ રૂડારામ સૈની (રહે.જયપુર,રાજસ્થાને) એકાએક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બેકાબૂ બનેલી આ ટ્રક રોડની સાઈડમાંથી પસાર થતી ગટરમાં ખાબકી હતી. 

(5:53 pm IST)