Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મહેમદાવાદના હલધરવાસમાં છાશવારે વીજળી ગૂલ થઇ જતા ગ્રામજનોમાં પરેશાની: યુવાનોએ જીઇબી કચેરીમાં ઉશ્કેરાઈ હલ્લો મચાવ્યો

મહેમદાવાદ:તાલુકાના હલધરવાસમાં છાશવારે વીજ પુરવઠો ડુલ થવાના બનાવથી ગ્રામજનો પરેશાન હતાં. એમાંય વળી ગત તા.૯-૯-૧૯ ની રાત્રિના વીજ વાયરો તુટવાથી ગામમાં વીજળી ડુલ થઈ જતાં યુવાનો ઉશ્કેરાયા હતાં. અને તેઓ હલધરવાસમાં આવેલ વીજ કંપનીના સબ ડિવિઝન ખાતે પહોંચી જઈ હલ્લો મચાવ્યો હતો. એટલુ જ નહી કચેરીમાં લઘુશંકા પણ કરી હતી. આ બનાવને લઈ નાયબ ઈજનેરે મહેમદાવાદ પોલીસમાં આ તોફાની તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે હલધરવાસ એમજીવીસીએલ ઓફિસમાં ટોળાએ હુમલો કરનાર ત્રિવેદી ચિરાગકુમાર, સોની હાર્દિક, ચૌહાણ મીતકુમાર, પ્રજાપતિ ભાવેશકુમાર, શાહ દેવક, મન્સુરી સૈયદ, પ્રજાપતિ વ્રજકુમાર, શર્મા હર્ષભાઈ, પ્રજાપતિ જય, પ્રજાપતિ રાહુલ તેમજ તેમના સાથીદારો સહિતના તોફાની તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(5:53 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST