Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઈડરિયામાં મહાકાલીના મંદિર નજીક આવેલ ઝરણાં પાસેથી દીપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર: વનતંત્રની ટીમે દિપડાના મૃતદેહનો કબ્જો લીધો

ઇડરીયા: ગઢના ડુંગર પર મહાકાલી મંદિરને અડીને આવેલા ઝરણા પાસેથી દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બુધવારે સવારે આ ઘટના અંગે જાણ થતાં જ વનતંત્રના અધિકારી સહિત જીવદયાપ્રેમીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. આ અંગે વનતંત્રની ટીમે માદા દીપડાના મૃતદેહને કબ્જે લઈ, મોતનું કારણ જાણવા પી.એમ.માટેની તજવીજ આરંભી છે. ઇડરીયા ગઢના ડુંગર પર રાજમહેલથી ઉપરની તરફ જતાં રસ્તામાં આવતા મહાકાલી મંદિરના પુજારી ભુપતસિંહે મંગળવારે મંદિર નજીકથી પસાર થતા ઝરણા પાસે દીપડાનો મૃતદેહ જોયો હતો. ઝરણામાં પાણી ભરવા ગયેલા પુજારીની નજર દીપડા પર પડતાં જ તેઓ પરત આવી ગયા હતા, અને બાદમાં નીચે ઉતરી આ ઘટના અંગે લોકોને વાત કરી હતી. જો કે જે તે વખતે લોકોએ પુજારીની વાત માની નહોંતી. બાદમાં આજે બુધવારે એક જીવદયા પ્રેમીએ પુજારીની વાત બાબતે સચ્ચાઈ જાણવા ઝરણા પાસે જઈ ખાતરી કરી તો દીપડો મૃત હાલતમાં પડયો હોવાનું જણાઈ આવ્યું હતું.

(5:46 pm IST)