Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સુરતના અડાજણમાં પેટ્રોલનો પાઇપ લીક થતાં કારમાં આગ ભભૂકી : ચાલકનો આબાદ બચાવ

એલપી સવાણી સર્કલ પાસે રસ્તા પર કારને આગ લાગતા મોટું નુકશાન

સુરતના અડાજણના એલપી સવાણી સર્કલ પાસે રસ્તા પરથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી હતી. આસપાસના લોકોએ જાણ કરતાં કારચાલક કારમાંથી બહાર આવી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

   રસ્તા વચ્ચે કાર સળગતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. બાદમાં ફાયરબ્રિગેડને ફોન કરવામાં આવતાં ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાશ્કરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે પેટ્રોલની પાઈપ લીક હોવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગમાં ચાલકનો તો બચાવ થયો પરંતુ કારને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે

(9:34 pm IST)