Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

બાળકોમાં હવે કિડનીના મુખ્ય ૨ રોગના પ્રમાણમાં વધારોઃ ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશરના દર્દીઓના સંખ્યા વધુ

અમદાવાદઃ દરેક વ્યક્તિ શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માગે છે. શરીરને બહારથી તો આપણે સાફ રાખીએ છીએ પરંતુ શરીરને અંદરથી સાફ કરવાનું કામ કિડની કરે છે. કિડની શરીરમાંથી બિનજરૂરી અને ઝેરી તત્વોને બહાર કાઢી શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આપણાં શરીરમાં બે કિડની હોય છે પરંતુ એક કિડની પણ જિંદગીભર દરેક મહત્વના કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ હોય છે. જો કે આજકાલ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે, જે ભવિષ્યમાં કિડનીના રોગોમાં વૃદ્ધિ થશે તે દર્શાવે છે.

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, કિડની સંબંધિત રોગ બાળકોને પણ ઘણા રૂપે અસર કરે છે. રોગના ઉપચારની આડઅસર લાંબા ગાળા સુધી રહી શકે છે. બાળકોમાં થતા કિડનીના રોગના મુખ્ય બે રોગ છે- નેફ્રોટિક સિન્ડ્રોમ, વીયૂઆરએ યૂટીઆઈ વગેરે.

ચહેરા પર સોજો આવવો, ભૂખ ઓછી લાગવી, ઉલ્ટી, હાઈ બ્લડપ્રેશર, પેશાબ સંબંધિત તકલીફો, પેશાબમાં ફીણ વળવું, લોહીની ઉણપ, નબળાઈ, પીઠના નીચેના ભાગમાં દર્દ, શરીરમાં દુખાવો, ખંજવાળ અને પગ ખેંચાવા.

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, ધીમો વિકાસ, કદ નાનું અને પગના હાડકાં વળી જવા વગેરે કિડનીની ખરાબી હોય તેવા બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. કિડનીની નેફ્રોટિક સિન્ડ્રોમ સામાન્ય બીમારી છે. પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ, લોહીમાં પ્રોટીનની કમી, કોલેસ્ટ્રોલ વધવું અને શરીરમાં સોજા તે બીમારીના લક્ષણ છે. કિડનીના રોગના કારણે કોઈપણ ઉંમરે શરીરમાં સોજા આવી શકે છે પણ મુખ્યત્વે રોગ બાળકોમાં જોવા મળે છે.

ડૉક્ટરે જણાવ્યું કે, યોગ્ય સારવાર બાદ રોગ પર નિયંત્રણ આવે અને ફરીથી સોજા દેખાય છે. સિલસિલો વર્ષો સુધી ચાલતો રહે છે, નેફ્રોટિક સિન્ડ્રોમની વિશેષતા છે. લાંબા સમય સુધી વારે-વારે સોજા આવતા હોય તો રોગ દર્દી અને તેના પરિવાર માટે ચિંતાનું કારણ બની શકે છે. નેફ્રોટિક સિન્ડ્રોમમાં કિડનીમાં ઝીણા ઝીણાં કાણા પડવાથી વધારે પાણીની સાથે શરીર માટેનું જરૂરી પ્રોટીન પણ પેશાબ સાથે નીકળી જાય છે. જેના કારણે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઘટે છે અને સોજા આવે છે.

ડોક્ટરના મતે, વીયૂઆરથી પીડાતા બાળકો પથારી ભીની કરે છે. આવા બાળકોને વેસિકો યૂરેટિક રિફ્લક્સ બીમારી થવાનો ખતરો રહે છે. એવો રોગ છે જેમાં યૂરિન કિડનીમાં પાછું આવે છે.

(5:05 pm IST)