Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અમદાવાદના નરોડામાં બે યુવકે ચાર શખ્સોએ માર મારી લૂંટ ચલાવી

અમદાવાદનરોડામાં એક્ટીવામાં પેટ્રોલ ખતમ થઈ જતા દોરીને જઈ રહેલા બે યુવકને બાઈક પર આવેલા ચાર શખ્સોએ મારઝુડ કરીને પાંચ હજાર રૃપિયા લૂંટી લાધા હતા. બાદમાં આરોપીઓ એક્ટીવાને ધક્કો મારીને લઈને ભાગી ગયા હતા.

 આ બનાવની વિગત મુજબ નાના ચિલોડામાં શ્રીનાથ એસ્ટેટમાં રહેતો ઊદયસિંગ રાઠોડ (૨૨) ૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે પોણા બાર વાગ્યે તેના બનેવી રાહુલ સિંગર (૨૪) સાથે એક્ટીવા પર મિત્રને લેવા કાલુપુર જઈ રહ્યો હતો.

 દરમિયાન નરોડામાં સુતરના કારખાના પાસે એક્ટીવામાં પેટ્રોલ ખતમ થઈ જતા બન્ને એક્ટીવા દેરીને જઈ રહ્યા હતા. તે સમયે પલ્સર બાઈક પર આવેલા ચાર શખ્સોએ બન્નેને અટકાવીને મારઝુડ કરી હતી. ગભરાઈ જતા ઊદયસિંગ ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે આરોપીઓએ તેના બનેવી રાહુલ પાસેથી રૃ. ૫,૦૦૦ રોકડા અને એટીએમ કાર્ડ લુંટી લીધુ હતું.

(4:52 pm IST)