Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ડીસા નજીક ખેતરમાં ઘુસી જતા પશુઓને અટકાવવા લગાવેલ તારથી મોતને ભેટેલા યુવાનનો આરોપી ઝડપાયો

ડીસા:ના લુણપુર ગામે રાત્રી સમયે ખેતરમાં ઘુસી આવતા પશુઓને અટકાવવા ઝટકા મશીનના ઈલેક્ટ્રીક કરંટથી ગામના જ યુવકનું મોત થયું હતું. જોકે પોતાના આ બેદરકારીભર્યા કૃત્યને છુપાવવા આરોપી એવા ખેડૂતે યુવકના મોતની તેના પરિવારજનોને જાણ કર્યા વગર આ યુવકની લાશને ખેતરમાં દાટી દીધી હતી. ડીસા તાલુકા પોલીસે આ ખેતર માલીકને ઝપી પાડયો  હતો અને કોર્ટમાંથી તેના એક દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના લુણપુર ગામે બહાર આવ્યો છે. જેમાં આરોપી રામાજી ચેલાજી ઠાકોર દ્વારા પોતાના ખેતરમાં ત્રણ દિવસ અગાઉ ઝટકા મશીન ચાલુ કરાયું હતું અને તેનો કરંટ ખેતર ફરતે વાડમાં વહેતો કરાયો હતો. જોકે આ જ ગામના રહીશ કલાજી મદારજી ઠાકોર ઉ.વ. ૩૫ આ બાબતમાંથી અજાણ હોઈ તેઓ ખેતર નજીકથી પસાર થતાં ઝટકા મશીનના વહેતા કરંટના સંપર્કમાં આવ્યા હતા અને તેમને તીવ્ર વીજ શોટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 

(4:51 pm IST)