Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

બોરસદમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે રંગે હાથે દબોચ્યા

આણંદ: જિલ્લાના બોરસદ તાબે રબારી ચકલામાં જાહેરમાં જુગારધામ ધમધમી રહ્યા હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.આ  દરોડા દરમ્યાન ચાર ઈસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

જ્યારે બીજા ત્રણથી ચાર ઈસમો સ્થળ પરથી ફરાર થવામાં સફળ થયા હતા. આ ઘટનામા ંઝડપાયેલ ઈસમો પાસેની અંગઝડતી અને દાવ પરથી મળી કુલ ૩,૯૦૦ની રકમ મુદ્દામાલ તરીકે કબ્જે લીધી હતી.જ્યારે બીજા ઈસમો સામે જુગારધારા મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બોરસદ તાબે રબારી ચકલા પાસે જુગારધામ ધમધમી રહ્યું છે.જેથી આ સ્થળે મોડી રાતના સુમારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડો પાડતા સ્થળ પરથી ચાર ઈસમો ઝડપાયા હતા.જ્યારે બીજા ઈસમો સ્થળ પરથી ફરાર થયા હતા. 

(4:50 pm IST)