Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ખેડા નજીક સીમમાં અજાણી ટ્રકે એક્ટીવાને હડફેટે લેતા બાળકી પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ

ખેડા: પંથકના રસીકપુરા સીમમાં પુરપાટે આવેલી અજાણી ટ્રકે એક્ટીવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પતિનું મોત નિપજ્યું છે. જ્યારે પત્ની અને અઢી વર્ષની બાળકીને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ખેડા પોલીસે ફેટલ અકસ્માતની નોંધ કરી છે.  આ બનાવમાં મળતી વિગતો અનુસાર ખેડા તાલુકાના વારસંગ ગામે અંકિતભાઈ જયદિપભાઈ વ્યાસ (ઉં.વ.૨૬) રહેતા હતા. તેઓ પોતાની પત્ની ઉષાબેન અને અઢી વર્ષની દિકરી શ્રેયા સાથે એક્ટીવા ઉપર ગત્ રોજ રાત્રેપોતાની સાસરી અમદાવાદા મુકામે જવા નીકળ્યા હતા. 

પોતાના ગામથી ચાર એક કીલો મીટર દુર આવેલ રસીકપુરા નજીકથી રાત્રિના નવ વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી કોઈ અજાણી ટ્રકે અંકિતભાઈના એક્ટીવા નં.જી.જે.૭ બી.એલ.૮૮૮૧ને આગળથી ટક્કર મારી હતી. તેથી અંકિતભાઈ તથા તેમની પત્ની ઉષાબેન અને પુત્રી શ્રેયા રોડ ઉપર પટકાયા હતા. ઉપરાંત આ ટ્રકનું વ્હિલ અંકિતભાઈના માથા ઉપર ફરી વળતા પત્ની અને અઢી વર્ષની દિકરીના નજર સમક્ષજ અંકિતભાઈનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. 

(4:50 pm IST)