Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ધો. ૧૨ના સાયન્સ - સામાન્ય પ્રવાહમાં ૧ હજાર શિક્ષકોને લાખો રૂપિયાનો દંડ

વિદ્યાર્થીઓના જીવન બરબાદ કરતી, આ તે કેવી ઘોર બેદરકારી ? : સરવાળો કરવામાં, પ્રશ્ન ચેક કર્યા વિના છોડી દેવાની અક્ષમ્ય ભૂલો પકડાઇ : માનવ સહજ ભૂલો કે જાણી જોઇને કરાયેલી ભૂલો : તપાસનો વિષય

અમદાવાદ તા. ૧૨ : ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિ.પ્ર.ની બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી ચેકિંગમાં ભૂલ કરનારા શિક્ષકોની રૂબરૂ સુનાવણી પ્રક્રિયા પુરી કરવામા આવી છે.આ શિક્ષકો પાસેથી દસ લાખ જેટલો દંડ વસૂલાયો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં લેવાતી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા બાદ શિક્ષકો પાસે ઉત્તરવહીઓનું ચેકિંગ કરાવાય છે અને જમાં ઉત્તરવહીઓમાં ચેકિંગ દરમિયાન જો શિક્ષક સરવાળો કરવામા કે પ્રશ્ન ચેક કર્યા વગરનો છોડી દેવામા ભૂલો કરે તો તેને દંડ કરવામા આવે છે. આ વર્ષે ધો.૧૨ સાયન્સ અને સામાન્યઙ્ગ પ્રવાહમાં એક હજારથી વધુ શિક્ષકોને દંડ કરાયો છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૬૬ જેટલા શિક્ષકોને બોર્ડ દ્વારા રૂબરૂ ખુલાસા માટે બોલાવાયા હતા.જેઓ પાસેથી ૫ લાખથી વધુ દંડ વસૂલાયો છે.

જયારે ધો.૧૨ સાયન્સમાં ૫૮૪ શિક્ષકોને રૂબરૂ બોલાવવામા આવ્યા હતા અને તેમની પાસેથી ૪.૫ લાખ જેટલો દંડ વસૂલાયો છે.

આમ ૯ લાખથી વધુનો દંડઙ્ગ બોર્ડે શિક્ષકો પાસેથી ભૂલ કરવા બદલ વસૂલ્યો છે.

જયારે સામાન્ય પ્રવાહના એક શિક્ષકને સૌથી વધુ ભૂલો કરવા બદલ ૯ હજારથી વધુનો દંડ કર્યો હતો. સામાન્ય પ્રવાહમાં એક ભૂલ બદલ શિક્ષકને ૫૦ રૂપિયાનો અને સાયન્સમાં એક ભૂલ શિક્ષકને ૧૦૦ રૂપિયાનો દંડ કરાય છે.

(3:49 pm IST)