Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

"અમુલ દૂધ પીતા હૈ ઇન્ડિયા"ની સાથે હવે અમુલ દૂધ અમેરિકા ભી પીએગા : અમેરિકાના વિસ્કોસીનમાં અમુલ ડેરીએ પાંખો ફેલાવી : ન્યુજર્સીથી 350 કી.મી.દૂર શરુ થઇ રહ્યો છે અમુલ પ્લાન્ટ

વડોદરા : ખેડા ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ  મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ એટલેકે અમુલ ડેરી તરીકે સમગ્ર ભારતમાં સુવિખ્યાત ડેરી હવે અમેરિકાના વિસ્કોસીનમાં શરૂ થઇ રહી છે.જે ન્યુજર્સીથી 350 કી.મી.દૂર આવેલ છે.તથા ચીઝના ઉત્પાદન માટે મશહૂર શહેર ગણાય છે.

પરદેશમાં સૌપ્રથમ  ડેરી પ્લાન્ટ શરૂ કરવાનું શ્રેય અમુલને ફાળે જાય છે.2015 ની સાલથી ચાલતી વાટાઘાટએ હવે નક્કર સ્વરૂપ પકડ્યું છે.હાલની તકે 3 વસ્તુઓનું ઉત્પાદન કરશે.જેમાં શ્રીખંડ ,પનીર,તથા ઘી નો સમાવેશ થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:51 am IST)