Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

દારૂના ગુન્હામાં પકડાયેલ શખ્સને માર ન મારવા માટે ૧પ હજારની લાંચના છટકામાં હેડ કોન્સ. અને લોકરક્ષક સામે ગુન્હો દાખલ : લોકરક્ષકના હાથે લાંચ લેવડાવી નાસી છુટેલા ગોધરાના હેડ કોન્સ.સામે બેવડો ગૂનો નોંધાયો

રાજકોટઃ એક જાગૃત નાગરીક દ્વારા વડોદરા ગ્રામ્ય એસીબી સમક્ષ ગોધરા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. દિનેશભાઇ ડામોર વિરુધ્ધ દારુના કેસમાં પકડાયેલા શખસને મારઝુડ ન કરવા માટે રૂ.૧પ હજારની લાંચ માગ્યાની ફરીયાદ આધારે એસીબી એ છટકુ ગોઠવી હેડ કોન્સ. વતી લાંચ સ્વીકારનાર  લોક રક્ષક રાજેશકુમાર તાવીયાડને એસીબીએ ઝડપી લીધા હતા.

દરમ્યાન લાંચની લેતી-દેતી સમયે ગમે તે રીતે હેડ કોન્સ. દીનેશભાઇ ડામોરને  ગંધ આવી જતા તેઓ નાસી છુટયા હતા આમ એકબીજાની મદદગારીથી લાંચનો ગુનો દાખલ કરવા સાથે  એસીબી એ નાસી છુટેલ હેડ કોન્સ્ટેબલ સામે લાંચ ઉપરાંત નાસી છુટવાનો પણ ગુનો દાખલ કરેલ.

લાંચના છટકાની સમગ્ર કાર્યવાહી વડોદરા એસીબી ના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એન.પી.ગોહીલના માર્ગદર્શનમાં વડોદરા ગ્રામ્ય એસીબી પો.સ્ટેશનના  પીઆઇ આર.એન દવે તથા ટીમ દ્વારા થઇ હતી. આ રીતે લાંચીયાઓ સામેનું  એસીબી વડા કેશવકુમારનુ અભિયાન આગળ વધી રહ્યુ છે.

(9:05 pm IST)