Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પૂર્વ IPS સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ હાઇકોર્ટે કર્યા મંજૂર

અમદાવાદ :22 વર્ષ જૂના કેસમાં પાલનપુર કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરતાં સરકારે હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેને હાઈકોર્ટે માન્ય રાખી હતી. સીઆઈડી ક્રાઈમે ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાઈકોર્ટને કરેલી રિટમાં સરકારે કહ્યું, આરોપી સંજીવ ભટ્ટ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવા તેમની પોલીસ કસ્ટડી જરૂરી છે

સરકારે સંજીવ ભટ્ટના રિમાન્ડ માટે 18 જેટલા કારણો કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં અફીણ સાથે ઝડપાયેલા આરોપીને માર મારીને ધમકી આપવામાં આવી હતી. 

(8:09 pm IST)