Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજપીપળામાં જન્માષ્ટમીમાં નાના ભૂલકાઓએ કૃષ્ણનો વેશ ધારણ કરી આનંદ મેળવ્યો

કોરોનાના હાઉ વચ્ચે સરકારે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો નહિ કરવાનો આદેશ કર્યો છે ત્યારે ભક્તો એ ઘરમાં જ ઉજવણી કરી

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : જન્માષ્ટમીનો પર્વ દર વર્ષે ભારે રંગે ચંગે ઉજવાતો હતો રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં આ પર્વ માં નાની મોટી ઝૂપડીઓ બાંધી રંગબેરંગી લાઈટો લગાવી અવનવા પારણા સણગારી રાત્રે કૃષ્ણ જન્મનો પ્રસંગ ભારે ઉત્સાહ પૂર્વક ઉજવાતો હતો પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે આ બાબત શક્ય ન હોય માટે સાદાઈ થી ઉજવણી કરવાની હોવાથી નાના ભૂલકાઓ માં કૃષ્ણ બનવાની ઘેલછા હોવાથી કૃષ્ણ નો વેશ ધારણ કરી હાથ માં વાંસળી,મોર પીંછ લઈ ભૂલકાઓ ની ઈચ્છા પૂર્ણ કરવા અને તેમના વાલીઓ ને પણ આ પ્રસંગ ને યાદગાર બનાવવા ભૂલકાઓ ને કૃષ્ણ બનાવી આ દિવસ ને યાદગાર બનાવ્યો હતો

(10:15 pm IST)