Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત :નવા 1152 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 74,390 થયો :વધુ 18 લોકોના મોત : મૃત્યુઆંક 2715 થયો

સુરતમાં સૌથી વધુ 272 કેસ, અમદાવાદમાં 159 કેસ , વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 38 કેસ, ભાવનગરમાં 46 કેસ,અમરેલીમાં 35 કેસ,પંચમહાલમાં 34 કેસ અને ગીર સોમનાથ-કચ્છ અને અમરેલીમાં 27-27 કેસ નોંધાયા : વધુ 977 દર્દીઓ સાજા થતા કુલ 57393 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1152  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 74390 થઇ છે જયારે આજે વધુ 18 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2715 થયો છે બીજીતરફ આજે વધુ 977 દર્દીઓ સાજા થતા કુલ  57393લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

  રાજ્યમાં હાલમાં કુલ 14282 એક્ટિવ કેસ છે જેમાં 14207 સ્ટેબલ છે અને 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે

     આજે નોંધાયેલા નવા 1152 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 195 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 147 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 272 થયા  છે  અમદાવાદ જિલ્લામાં 159 કેસ  નોંધાયા છે જયારે વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 38 કેસ, ભાવનગરમાં 46 કેસ,અમરેલીમાં 35 કેસ,પંચમહાલમાં 34 કેસ અને ગીર સોમનાથ-કચ્છ અને અમરેલીમાં 27-27 કેસ નોંધાયા છે 

(8:22 pm IST)
  • ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસેંડિયા આર્ડેનએ ન્યુઝીલેન્ડ સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે ન્યુઝલિંક સંસ્થાનાં એક કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા અને ત્યાં ન્યુઝીલેન્ડ સ્થિત ભારતીયો સાથે ભારતીય ખાણું પૂરી, દાળ અને છોલેનો સ્વાદ માણ્યો હતો, તેવું ન્યુઝીલેન્ડ સ્થિત ભારતીય હાઈ કમિશનર મુક્તેશ પરદેશીએ તેમના લિન્ક્ડઈન હેન્ડલ ફોટાઓ શેર કરતા જણાવ્યું છે access_time 10:25 pm IST

  • રેલવેની પેસેન્જર ટ્રેન સેવા હજુપણ અનિશ્ચિત મુદત સુધી બંધ રહેશે : 12 ઓગસ્ટ સુધી પેસેન્જર ટ્રેન સેવા બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી : હાલમાં ચાલતી 230 સ્પેશિઅલ ટ્રેન ચાલુ રહેશે : મુંબઈમાં મર્યાદિતપણે ચાલતી મેટ્રો ટ્રેન રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે ચલાવાશે : રેલવે ડિપાર્ટમેન્ટે લીધેલો નિર્ણય access_time 8:44 pm IST

  • અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે કાશીના સંતો ચાંદીની ઈંટ આપશે : નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી આશુતોષાનંદ ગિરીનું એલાન : અયોધ્યા નગરીને ધાર્મિક એકતાની મિશાલ બનાવવાનો હેતુ access_time 5:58 pm IST