Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કપરાડામાં કોંગ્રેસ પાસે કોઈ જ નવો ચહેરો નહીં : હોવાથી ભાજપના જુના કાર્યકારનો હાથ ઝાલ્યો

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી,આર,પાટીલ વલસાડ જિલ્લાની મુલાકાતે :કાર્યકરોમાં ઉત્સાહ: તમામ તાલુકાના અગ્રણીઓ સાથે બંધ બારણે બેઠક

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના કપરાડા  વિધાનસભા બેઠક માટે આગામી ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગુજરાત ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પહેલી વાર વલસાડ જિલ્લાની મુલાકાતે હોવાથી વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

  સી.આર.પાટીલ ની પ્રથમ વખત જિલ્લાની મુલાકાત ને લઇ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વલસાડના પારડી અને વલસાડમાં નવનિયુકત પ્રદેશ પ્રમુખના જાહેર સંન્માન અને અભિવાદનનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.તમામ તાલુકાઓ ના ભાજપ ના અગ્રણીઓ સાથે સી આર પાટીલે ખાસ બંધ બારણે એક બેઠક પણ યોજી હતી અને  આવનાર કપરાડા ની પેટા ચૂંટણી માટે રણનીતિ પણ ઘડી હતી ત્યારે વલસાડમાં મીડિયા સાથે વાત કરતા સી આર પાટીલે જણાવ્યું હતું કે હાલ કપરાડામાં કોંગ્રેસ પાસે કોઈ નવો ચહેરો ન હોવાથી કોંગ્રેસે ભાજપના એક જુના કાર્યકરનો હાથ ઝાલ્યો છે  તે સાબિત કરે છે કે કોંગ્રેસ કપરાડામાં ખુબ જ નબળું છે.તો આગામી સમય માં સી આર પાટીલ સૌરાષ્ટ્ર ની મુલાકાતે જવાના છે ત્યારે પ્રમુખ બન્યા બાદ તમામ વિસ્તાર ના લોકો ને મળવું ખુબ જરૂરી છે જેથી આગામી સમય ની રણનીતિ ઘડી શકાય.

(7:15 pm IST)