Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

લગ્નના બીજા જ દિવસે સાસુએ વહુને કહ્યું પતિને જેઠાણી સાથે આડા સબંધો : કઢંગી હાલતમાં પકડ્યા તો જાનથી મારી નાખવા ધમકી : અમદાવાદનો કિસ્સો

બે જેઠ પણ પતિ અને જેઠાણીનું ઉપરાણું લઈ પરિણીતા સાથે તકરાર કરતા :મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્નના બીજા દિવસે પતિના જેઠાણી સાથે આડા સબંધો હોવાની જાણ સાસુએ પુત્રવધૂને કરી હતી પરંતુ પોતાના બેડ રૂમમાં જ પતિ સાથે જેઠાણી કઢંગી હાલતમાં પકડાતા યુવતી હેબતાઈ ગઈ હતી. બન્નેએ આ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી યુવતીને આપી હતી. બે જેઠ પણ પતિ અને જેઠાણીનું ઉપરાણું લઈ પરિણીતા સાથે તકરાર કરતા હતા. આખરે યુવતીએ પતિ, બે જેઠ અને જેઠાણી વિરૂધ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચાંદખેડા વિસ્તારમાં રહેતી કૌમોલિકા (નામ બદલ્યું છે)ના લગ્ન 2017માં મધ્યપ્રદેશના રતલામ ખાતે રહેતાં સૂરજ સાથે થયા હતાં. કૌમોલિકાને લગ્નના બીજા જ દિવસે સાસુએ જેઠાણી સાથે તારા પતિને આડા સબંધો છે તેમ જણાવ્યું હતું.

નવા નવા લગ્ન થયા હોવાથી કૌમોલિકાએ પતિના આડા સબંધોની વાત પર બહુ ધ્યાન આપ્યું નહતું. જોકે કૌમોલિકાએ પતિ અને જેઠને પોતાના બેડરૂમમાં કઢંગી હાલતમાં પકડ્યા હતા.

 

પતિ અને જેઠાણીએ આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. કૌમોલિકાએ જેઠાણીના પતિ સાથેના આડા સબંધોની જાણ બન્ને જેઠને કરતા તેવો એ પણ તે બંનેનો પક્ષ લીધો હતો. જેઠે યુવતીને જણાવ્યું કે,તારે અહીંયા રહેવું હોય તો આ બધું સહન કરવું પડશે.

માતા પિતાને વાત કરતા તેઓએ પણ પુત્રીને લગ્ન જીવન ટકાવવા સલાહ આપી હતી. જેઠાણી સહિતના લોકો કૌમોલિકા સાથે ખરાબ મજાક કરતા હતા. જેઠ, જેઠાણી અને પતિ અપશબ્દો બોલી તકરાર કરતા હતા.

2018માં કૌમોલિકા તેના પિતાને ઘરે અમદાવાદ રહેવા માટે આવી ગઈ હતી. તે પછી પતિ પત્નીને લેવા માટે અમદાવાદ આવ્યો પણ તકરાર કરી અપશબ્દો બોલી કૌમોલિકાને લીધા વગર નીકળી ગયો હતો. તે પછી કૌમોલિકા પરત સાસરે ગઈ પણ પતિ સહિતના લોકોની તકરાર અને ગંદી મજાકને કારણે તકરાર થઈ હતી. પતિએ કૌમોલિકાને ઘરમાંથી કાઢી મૂકી હતી. પુત્રને લઈ પરત તે પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી.

પતિ, બન્ને જેઠ અને જેઠાણીના ત્રાસ અને આડા સબંધો અંગે કૌમોલિકાએ મહિલા પોલીસ સ્ટેશન મંગળવારે ફરિયાદ નોંધાવી હતી.

(7:10 pm IST)