Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

માયાવતીએ આદિવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કહ્યું --સમુદાયે સાવધાન રહેવું

માયાવતીએ વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસીઓને શુભકામનાઓ ન હોતી આપી.એ આદિવાસી સમાજ યાદ રાખે

રાજપીપળા: આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીએ પીએમ મોદી સહિત દરેક પક્ષના નેતા, સિનેમા જગતના અભિનેતાઓ,વરિષ્ઠ નાગરિકોએ દેશવાસીઓને શ્રી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી છે. ત્યારે ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને BSP સુપ્રીમો માયાવતીએ પણ પોતાના સોશિયલ મીડિયાનાં માધ્યમથી દેશવાસીઓને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી છે. એવામાં માયાવતીની શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ પર આદીવાસી નેતા અને BTP MLA છોટુભાઈ વસાવાએ નિશાન સાધ્યું છે

 

છોટુભાઈ વસાવાએ સીધે સીધું એમ કહી દીધું કે,“માયાવતીએ વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસીઓને શુભકામનાઓ ન હોતી આપી.એ આદિવાસી સમાજ યાદ રાખે અને આવા લોકો આદિવાસીઓનો ફક્ત ઉપયોગ કરતા આવ્યાં છે. બાકીના સમાજવાળા પણ આ બાબત સમજે કે જેની પોતાની સંસ્કૃતિ, સભ્યતા છે. બહુજન, મૂલવાસી, મૂળનિવાસી શબ્દોના જાળમાં ફસાવી આદીવાસી શબ્દને ખતમ કરવાની આ કોશિશ કરવાવાળા સામે આદીવાસી સમુદાયે સાવધાન રહેવું જોઈએ.”

અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસો અગાઉ સુરત જિલ્લામાંથી ATS દ્વારા સરકાર વિરોધી પ્રવૃત્તિ કરવાની કામગીરી કરતા ઝારખંડના આદિવાસીઓને પકડ્યા હતાં. તો એ ઘટનાને છોટુભાઈ વસાવાએ દેશના આદિવાસીઓ સાથે જોડી હતી અને સરકાર આદિવાસી વિરોધી છે એવું સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું હતું. દરમિયાન ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ છોટુભાઈ વસાવાને આડે હાથે લેતા જણાવ્યું હતું કે, “તેઓ બિન જરૂરી વિવાદ પેદા કરે છે.”

(4:19 pm IST)