Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી ૩૭ રસ્તાઓને નુકસાન, વાહનવ્યવહાર માટે કરાયા બંધ

રાજકોટઃ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે રાજયના ૩૭ રસ્તાઓને નુકસાન થયુ હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. બંધ કરાયેલા ૩૭ રસ્તામાં એક સ્ટેટ હાઈવે છે તો બાકીના સ્ટેટ અને પંચાયત હસ્તના માર્ગો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે. વાહનચાલકોને એ રસ્તા ઉપરથી પસાર થવા દેવા જીવનું જોખમરૂપ હોવાથી સત્તાવાળાઓએ રસ્તાઓ બંધ કર્યા છે. વડોદરામાં ૧, સુરતમાં ૨૦, તાપીમાં ૭, નર્મદામાં ૨, દેવભૂમિ દ્વારકામાં ૧, જૂનાગઢમાં ૨ અને પોરબંદરમાં ૩ માર્ગ ઉપરથી વાહનચાલકો માટે બંધ કર્યા છે.

(4:08 pm IST)