Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજ્ય ના ૧૪૪ તાલુકાઓ માં અનરાધાર વરસાદ : જામ્બુઘોડા 6 કલાક માં 6 ઇંચ..પારડી 5 ઇંચ

ગુજરાત ના ૨૦૫ જળાશયો પૈકી ૬૯ જળાશયો હાઈ અલર્ટ:રાજકોટ ના ન્યારી ડેમ ના 3 દરવાજા ખોલાયા: કેટલાક વિસ્તારો માં એન.ડી.આર.એફ ની ટીમ સતત ખડે પગે

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી):જન્માષ્ટમીના પાવન પર્વના દિને મેઘરાજા આજે સવારથી રાજ્ય ના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસી રહ્યા છે ..જેમાં જામ્બુઘોડા 6 કલાક માં 6 ઇંચ અને પારડી 5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે

  બંગાળ ની ખડી લો પ્રેશર સક્રિય બનતા તેમજ દક્ષીણ પાકિસ્તાન માં cyclonic circulation system એક્ટીવ બનતા રાજ્ય માં ચોમાસા નો માહોલ જામ્યો છે. હવામાન ખાતે કરેલી આગાહી અનુસાર  આગામી ૯૬ કલાક માં કેટલાક વિસ્તારો માં ભારે થી અતિ ભારે વરસાદ ની સંભાવના ને પગલે તંત્ર અલર્ટ બન્યું છે એટલુજ નહિ કેટલાક વિસ્તાર માં  હવામાન ખાતા ની આગાહી ને પગલે  એન.ડી.આર.એફ ની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવા માં આવી છે.

    ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યા થી લઇ બપોરના 12 વાગ્યા સુધી માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો..

   જામ્બુઘોડા ૧૪૯ મીમી,પારડી ૧૧૨ મીમી,જેતપુર પાવી ૭૫ મીમી,ધાનપુર ૬૪ મીમી,ખેરગામ ૬૧ મીમી,માંગરોળ ૫૫ મીમી,ધરમપુર ૫૪ મીમી,બોડેલી ૫૨ મીમી, ગરબડા અને મુન્દ્રા 50- 50 મીમી ,વલસાડ 49 મીમી,વાંસદા ૪૮ મીમી,ઉમરપાડા ૪૬ મીમી,ઉમરગામ ૪૬ મીમી અને છોટાઉદૈપુર ૪૨ મીમી વરસાદ નોંધાયો છે. 

   આ ઉપરાંત વાપી ૩૭ મીમી,વઘઈ ૩૬ મીમી,સંખેડા ૩૫ મીમી,લોધિકા ૩૪ મીમી,ચોર્યાસી ૩૩ મીમી,સોનગઢ ૩૦ મીમી,દેવગઢ-બારિયા ૨૯ મીમી,સુબીર અને મોરબી 28-28 મીમી,કઠલાલ,સાગબારા અને હાલોલ ૨૭-૨૭ મીમી,માંડવી અને પાદરા 26-26 મીમી,ચીખલી અને કોટડા-સાંગાણી ૨૫-૨૫ મીમી,બારડોલી 24 મીમી,હળવદ ,વાલોડ અને વાઘોડિયા ૨૩-૨૩ મીમી, પલસાણા ૨૩ મીમી અને બોટાદ ૨૧ મીમી વરસાદ નોંધાયો છે.

  જ્યારે રાજ્ય ના અન્ય ૧૦૬ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ 20 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

   રાજ્ય માં વરસી રહેલ મેઘમહેર ને પગલે રાજ્ય ના ૨૦૫ જળાશયો માં હાલ માં કુલ ૫૬ ટકા જેટલો જળસંગ્રહ છે તેમજ ૨૦૫ પૈકી ૬૯ જળાશયો હાઈ અલર્ટ પર મુકાયા છે  

   આજે બપોરે ૧૨ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૩૦.૧૧ ફૂટે પોહોચી છે  ડેમ માં 15,૦૨૦ કયુસેક પાણી નો ઇન્ફ્લો સામે ૬૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે કે એટલે કે બપોરે ૧.૩૦ કલાકે રાજ્ય ના કેટલાક વિસ્તારો માં મેઘરાજા વરસી રહ્યા છે.

(2:07 pm IST)