Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજ્યની સાડા પાંચ હજારથી વધુ શાળાઓમાં માત્ર કાગળ પરના મેદાનમાં રમે છે બાળકો !

અમદાવાદની મેદાન વગરની 60 માધ્યમિક શાળાઓને નોટિસ ફટકારાઇ

સરકારે તાજેતરમાં મેદાન વગરની શાળાઓને તાત્કાલિક રમતના મેદાન ઉપલબ્ધ કરાવવા તમામ ડીઈઓને પરિપત્ર કરી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. પરંતુ સરકારનો આ પરિપત્ર માત્ર કાગળ પર જ રહી ગયો છે. કારણ કે હજી સુધી મેદાન વિનાની શાળાઓ સામે ડીઈઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યમાં સાડા પાંચ હજારથી વધુ શાળાઓમાં રમતના મેદાન જ નથી. અમદાવાદ શહેર અને જિલ્લાની મળીને કુલ 1 હજાર 200 શાળાઓમાં મેદાન નથી. તેમ છતાં સરકારના આદેશ બાદ પણ અમદાવાદ શહેર અને ગ્રામ્યના ડીઈઓ તથા ડીપીઈઓ દ્વારા મેદાન વિનાની શાળાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

NSUI એ આ મુદ્દે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળાની મંજૂરી આપતી વખતે મોટો ભ્રષ્ટાચાર થાય છે. શોપિંગ કોમ્પલેક્ષમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવે છે. સ્થળ તપાસ કર્યા વિના જ મળતીયાઓને મંજૂરી આપવામાં આવે છ

  બીજી તરફ અમદાવાદ ડીઈઓ કચેરીના અધિકારીનું કહેવું છે કે શહેરની મેદાન વગરની 60 માધ્યમિક શાળાઓને નોટિસ આપવામાં આવી છે. શાળાઓ પાસેથી ખુલાસો મંગવામાં આવ્યો છે. શાળાઓ દ્વારા કરવામાં આવેલા ખુલાસના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

(12:45 pm IST)