Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કેટલીક નગરપાલિકાઓના સુકાની નક્કી કરવા તા.૧૭ અને ૧૮ મીએ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

રાજકોટ : ગુજરાતની કેટલીક નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પુરી થતા નવેસરથી બંને સુકાનીઓ નક્કી કરવા તા. ર૪ મીએ જે તે પાલિકામાં બેઠક મળનાર છે. કેટલીક નગરપાલિકાઓ ભાજપ શાસિત છે ત્યાં નવા સુકાનીઓ નક્કી કરવા સ્થાનિક અપેક્ષિત આગેવાનોની હાજરીમાં તા. ૧૭ અને ૧૮ તેમ ર દિવસ પાર્લામેન્ટરી બોર્ડ મળનાર છે. સી.આર. પાટીલ પ્રમુખ બન્યા પછી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પદાધિકારીઓ નક્કી કરવાનો પ્રથમ પ્રસંગ આવ્યો છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની તારીખમાં સામાન્ય ફેરફારની શકયતા નકારાતી નથી.

(12:37 pm IST)