Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગુજરાત ના ૧૮૩ તાલુકાઓ પર જલાભિષેક કરતા મેઘરાજા : ઉમરપાડા 7 ઇંચ : માંડવી 6 ઇંચ, ખેરગામ, માંગરોળ, ધરમપુર અને કામરેજ અનરાધાર 5 ઇંચ વરસાદ : વાપી માં 4 ઇંચ મેઘમહેર

વાપી: ચોમાસા ની આ સીઝન માં મેઘરાજા રાજ્ય ના કેટલાક વિસ્તારો માં જાણે જલાભિષેક કરી રહ્યા હોય તેમ ક્યાંક અનરાધાર તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યા છે

    પ્રારંભે આ સીઝન માં સટાસટી બોલાવ્યા બાદ મેઘરાજા નરમ પડ્યા હતા પરંતુ ફરી એક વાર સક્રિય બન્યા છે. છેલ્લા 24 કલાક માં રાજ્ય ના ૩૨ જીલ્લા ના ૧૮૩ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૧૮૧ મીમી સુધી  નો વરસાદ નોંધાયો છે આ સાથે રાજ્ય માં સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૬૦ % જેટલો નોંધાયો છે .

  ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર 24 કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો......

    ઉમરપાડા ૧૮૧ મીમી,માંડવી ૧૪૧ મીમી,ખેરગામ ૧૨૪ મીમી,માંગરોળ ૧૧૭ મીમી,ધરમપુર ૧૧૪ મીમી,કામરેજ ૧૧૨ મીમી,બારડોલી ૧૦૮ મીમી,વાપી ૯૨ મીમી,વડોદરા ૮૬ મીમી,ભુજ 82 મીમી,ઘોઘંબા,ડોલવણ અને વલસાડ ૮૦ મીમી,સુરત સીટી ૭૪ મીમી,હાલોલ ૭૦ મીમી,વાંસદા ૬૯ મીમી આણંદ અને ચીખલી ૬૭- ૬૭ મીમી,પલસાણા ૬૨ મીમી,વાલિયા ૬૧ મીમી વરસાદ નોંધાયો છે.

   આ ઉપરાંત વ્યારા ૬૦ મીમી,હાંસોટ ૫૮ મીમી,કપરાડા ૫૭ મીમી,વઘઈ ૫૨ મીમી,પારડી 49 મીમી,નડિયાદ,પાદરા અને મહુવા ૪૭-૪૭ મીમી,સોનગઢ ૪૬ મીમી,વાલોડ અન ઓલપાડ ૪૪-૪૪ મીમી,અંકલેશ્વર અને ઉચ્ચલ ૪૩-૪૩ મીમ્મી,ચોર્યાસી ૪૨ મીમી,સાગબારા ૪૧ મીમી,નેત્રંગ ૪૦ મીમી વરસાદ નોંધાયો છે..

   આ સાથે દેસર ૩૬ મીમી,મહુધા ૩૫ મીમી,આહવા ૩૪ મીમી,ગાંધીધામ ૩૨ મીમી,ડેડીયાપાડા ૩૧ મીમી,વગર,ગણદેવી અને નવસારી ૩૦-૩૦ મીમી,કલોલ ૨૯ મીમી,ઉમરેઠ 28 મીમી,જાંબુસર અને જલાલપોર ૨૭-૨૭ મીમી,જામ્બુઘોડા 26 મીમી,અંજાર,ઝગડિયા અને નિઝર ૨૫ -૨૫ મીમી વરસાદ નોંધાયો છે

  આ ઉપરાંત રાજ્ય ના ૧૧૫ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ 24 મીમી સુધી નો વરસાદ નોંધાયો છે. 

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૩૦.૦૬ ફૂટે પોહોચી છે  ડેમ માં ૪૩,૯૫૮ કયુસેક પાણી નો ઇન્ફ્લો સામે ૬૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(11:21 am IST)