Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

વલસાડ જિલ્લામાં માસ્કની કામગીરી માત્ર દંડ વસુલવાની નહી પણ સમાજને કોરોનાથી બચાવવાની છે :એસપી ડ્રો.રાજદીપસિંહ ઝાલા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં કોરોના કહેરની જેમ ફેલાઈ રહ્યૌ છે જેમાં તંત્ર અડીખમ લોકની મદદ માટે ઉભુ પણ છે.વલસાડ જિલ્લાના નવનિયુકત પોલીસ વડા પ્રામાણિક અને માનવતાને સમજનાર અધિકારી છે.લોકોના પ્રશ્નો જેના માટે સર્વોપરી છે વલસાડ જિલ્લા પોલીસ વડાએ અકિલા સાથે વાતચીતમાં જણાવ્યું હતું  કે  ઉદ્યોગ ગૃહને પણ પોલીસ પરેશાન કરવા નથી માગતી પણ સમાજ માટે આજુબાજુની સોસાયટીઓ માટે કે શહેરમાં કોરોના ફેલાઈ નહી તે માટે વર્કરોને માસ્ક પહેરાવવા આપણી બધાની સામાજિક ફરજ બને છે અને તો જ આપણે કોરોનાથી સોસાયટીઓને કોરોના થી મુક્ત રાખી શકીશું

 વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે  કોરોના થી બચવા માટે માસ્ક મહત્વનું પરિબળ છે.જેમાં નાક ઢાંકવું જરૂરી બને પછી તે માસ્ક હોઇ , રૂમાલ હોઇ , મફલર હોઇ કે ગમછો હોઇ પણ કોઇ પણ વ્યક્તિ ગફલતથી માસ્કના પહેરે તે યોગ્ય ના કહેવાઈ અને લોકોએ પણ સમજવું જોઈએ કે માસ્ક સમાજ ને બચાવવાનું મહત્વનુંપરિબળ છે જ્યારે પોલીસ જવાનો છેલ્લા કેટલા મહિનાથી કાયદો વ્યવસ્થા સાથે લોકોને કોરોનથી બચાવવા માટે અડીખમ ઉભા છે.

(11:14 am IST)