Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અમદાવાદ: પોશીના તાલુકાના દંત્રાલ ગામની સીમમાં ખેતરમાં વાડ બનાવવા બાબતે ચાર શખ્સોએ બે વ્યક્તિ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ

પોશીના:તાલુકાના દંત્રાલ ગામની સીમમાં ત્રણ દિવસ અગાઉ ખેતરમાં બાવળના કાંટાથી વાડ બનાવવા બાબતે થયેલા ઝગડામાં ચાર શખ્સોએ ભેગા મળી બે જણા પર હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સોમવારે પોશીના પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી.

દંત્રાલના કાળીદેવીફળોમાં રહેતા કનીયાબેન હેમતાભાઈ ડાભીએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. ઓગસ્ટના રોજ તેઓ તથા તેમના પરીવારના સભ્યો ખેતરમાં કાંટાની વાડ બનાવવા માટે નજીકમાં આવેલા બાવળ કાપતા હતા ત્યારે ડાભી પોપટભાઈ નાણાભાઈડાભી હરેશભાઈ નાણાભાઈડાભી વાલજીભાઈ નાણાભાઈ અને ડાભી ઉદાભાઈ નાણાભાઈએ આવીને કહ્યુ હતુ કે બાવળ અમારો છેતમે કેમ કાપો છો તેમ કહી ગાળો બોલવાનું શરૂ કરી દીધુ હતું. જેથી કનીયાબેને તથા તેમના પરીવારે ગાળો બોલવાની ના કહેતા લોકોએ હેમતાભાઈને ફેટ પકડી કુહાડીના મુદ્દલથી હુમલો કરી ઈજા પહોચાડી હતી. તથા ચારેય જણાએ ગડદાપાટુનો માર મારી લાકડી વડે હુમલો કરતા તેમને છોડાવવા માટે કમલેશભાઈ દોડી આવ્યા હતા જેથી તેમને પણ માર મારવામાં આવ્યો હતો તથા ચારેય જણાએ કમલેશભાઈહેમતાભાઈ તથા કનીયાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  જેથી કનીયાબેને ચારેય હુમલાખોરો વિરૂધ્ધ સોમવારે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

(11:14 am IST)