Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ઈડરના દેવાસણની સીમમાં પોલીસે દરોડા પાડી 5 શકુનિઓને 21 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

ઇડર: શહેરના દેવાસણ ગામની સીમમાં દરોડો પાડી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગંજીપાનો શ્રાવણીયો જુગાર રમતા પાંચ શખ્સોને રૂપિયા ૨૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. પોલીસે પાંચેય શખ્સો સામે જાદર પોલીસમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જાદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેવામાં બાતમી મળી હતી કેદેવાસણ ગામની સીમની ખુલ્લી જગ્યામાં આવેલ ઝાડી-ઝાંખરામાં કેટલાક શખ્સો ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.

  બાતમી બાદ પોલીસની ટીમે ખાનગી વાહનમાં બાતમીવાળા સ્થળ પર જઇ જોયું તો પાંચ શખ્સો જુગાર રમતા નજરે પડયા હતા.  જેથી પોલીસે ચારેબાજુથી કોર્ડન કરી છાપો મારતાં જુગારીયાઓમાં નાસ-ભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે પીછો કરી પાંચેય જુગારીને ઝડપી પાડયા હતા. બાદમાં પોલીસે દાવ પર મુકેલ રૂપિયા ૯૦૦ તથા અંગજડતીના ૨૦,૩૦૦ મળી કુલ રૂપિયા ૨૧,૨૦૦ કબ્જે લઇઝડપાયેલ પાંચ શખ્સો સામે જાદર પોલીસમાં જુગારધારા અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

(11:13 am IST)