Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગાંધીનગર સહીત આસપાસના વિસ્તારમાંથી પોલીસે બે રીઢા ચેઇન સ્નેચરોની ધરપકડ કરી 18 ગુનાહનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર:જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં બનતાં મિલકત સંબંધી ગુનાઓ તેમજ ચેઈન સ્નેચીંગની ઘટનાઓ અટકાવવા અને તેને શોધવા માટે રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સુચનાના પગલે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી દિશામાં કાર્યરત રહેવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.વિજયસિંહ, નવલસિંહને બાતમી મળી હતી કે અગાઉ સંખ્યાબંધ ચેઈન સ્નેચીંગના ગુનામાં પકડાયેલો અને કલોલ શહેર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ મહેશ કાળાજી ઠાકોર રહે.કુંડાળ, તા.કડી તથા તેનો સાગરીત અજય ઉર્ફે ભુદર વિનોદભાઈ રાવળ રહે.કુંડાળ અને સોનાના દોરા ખરીદનાર કડીનો વેપારી રઝાક યુસુફભાઈ મેમણ રહે.ગ્રીનસીટી મકાન નં.૮૯, જાસલપુર રોડ કડી હાલ કલોલની સીંદબાદ હોટલ પાસે ઉભા છે જે બાતમીના આધારે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી .૬૩ લાખની કિંમતના બે સોનાના દોરા પણ કબજે કરી લીધા હતા. પકડાયેલા દોરા સંદર્ભે પુછપરછ કરતાં આઠ મહિના અગાઉ કલોલ બોરીસણા રોડ ઉપર ગુરૂકૃપા સોસાયટીમાંથી એક મહિલા અને ખાત્રજ રોડ ઉપર મોપેડ ઉપર જતી મહિલાના ગળામાંથી દોરા તોડયાની કબુલાત કરી હતી જે સોનીને વેચવા માટે આવ્યા હતા.આરોપીઓની પુછપરછમાં ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ ગ્રામ્યમાં અલગ અલગ સમયે આચરેલા ૧૮ જેટલા ચેઈન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સોનાના દોરા રઝાક મેમણને વેચી દેતાં હતા. મહેશ ઠાકોર વિસનગર, કલોલના ગુનામાં વોન્ટેડ છે અગાઉ અડાલજ, સે-ર૧, સે- પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં પણ તેને પકડવામાં આવ્યો હતો. હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:12 am IST)