Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

દિલ્હીથી મટીરીયલ મંગાવી બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી છેતરપિંડી આચરતા વડોદરાના વેપારીની ધરપકડ

વડોદરા:દિલ્હીથી મટિરિયલ મંગાવીને જાતે ટીવી એસી બનાવી બ્રાન્ડેડ કંપનીના લોગો અને સ્ટીકર લગાવી   બ્રાન્ડેડ કંપનીના લોગો અને સ્ટીકર લગાવી વેચતા વેપારીની વધુ પૂછપરછ માટે પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમા સાવલી રોડ શીવવાણી હોમ્સમાં રહેતા નરેન્દ્રભાઈ વાઘવામીની  ઉંડેરા કોયલી રોડ પર  સૂર્યા ઈલેકટ્રોનિક નામની દુકાન છે. દિલ્હીથી મટિરિયલ મંગાવીને જાતે ટીવી અને .સી. બનાવતો હતો. અને ત્યારબાદ ઈલેકટ્રોનિકસ  વસ્તુઓ પર બ્રાન્ડેડ કંપનીના  લોગો તેમજ સ્ટીકર લગાવીને વેચતો હતો.

પોલીસે રેઈડ પાડીને ૧૮.૭૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. પોલીસે ગુનાની વધુ તપાસ અર્થે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે

(11:08 am IST)