Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

દમણથી ગુજરાતમાં દારૂનો ખૂબ જ મોટો જથ્થો આપનાર ભરત દાઢીને પાસામાં પુરાયો : વડોદરા જેલમાં મોકલાયો

વલસાડ જિલ્લા અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઈ ડી.ટી.ગામીત તથા તેમની ટીમે ભરત દાઢીને અટકાયતમા લઈ પાસા હુકમની બજવણી કરી

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ :દમણથી ગુજરાતમાં દારૂ ઠાલવતા કેસમાં પારડી પોલીસ મથકથી ૩ ગુનામાં વોન્ટેડ આરોપી ભરત કરસનભાઈ પટેલ(રહે.મોટી વાંકડ) ની ધરપકડ કરી જિલ્લા મેજીસ્ટ્રેડ દ્વારા પાસાની દરખાસ્ત મંજુર થતા જેલમાં ધકેલી દીધો હતો.દમણમાં આવેલ કમલ બારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલાવવામાં આવતો હતો. વર્ષ 2019 માં નોંધાયેલ 3 ગુનામાં વોન્ટેડ આરોપી ભરત કરસનભાઈ પટેલ સામે નોંધાયેલા ત્રણ કેસોમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે ભરત ઉર્ફે ભરત દાઢી કરસનભાઈ પટેલને પકડી પાડ્યો હતો.એલસીબીએ આરોપી સામે જિલ્લા મેજિસ્ટ્રેડ  સમક્ષ પાસાની દરખાસ્ત મૂકી હતી. પાસાની દરખાસ્ત મંજૂર થતા એલસીબીએ  આરોપી  ભરત કરશનભાઈ પટેલ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

(9:50 am IST)