Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સુરતની સચિન જીઆઇડીજી વિસ્તારમાં માતા સાથે ઝગડો થતા આપઘાત કરવા જઇ રહેલા ભાઇને બચાવવા દોડેલી બહેન ધાબા પરથી નીચે પટકાતા મોત

સુરત : સચિન જીઆઇડીજી વિસ્તારમાં માતા સાથે ઝગડો થતા આપઘાત કરવા જઇ રહેલા ભાઇને બચાવવા દોડેલી બહેન પોતે પણ નીચે પટકાઇ હતી. જેથી ભાઇ બહેન બંન્નેની ગંભીર સ્થિતીમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં બહેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ભાઇ બચી ગયો છે. જો કે આ ઘટના બાદ ભાઇને ખુબ જ ગ્લાની થઇ રહી છે. રક્ષાબંધનને ગણત્રીનાં દિવસો ગયા છે ત્યારે મારી રક્ષા કરતા મારી બહેનનું મોત થયું છે. 

સચીન જીઆઇડીસીમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીનાં પાલીગામ ફ્લેટ નં એ401માં રહેતા નંદલાલ યાદવ ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમને ચાર સંતાનોમાં બે દીકરા અને બે દીકરી છે. રવિવારે સાંજે નંદલાલ યાદવનાં 17 વર્ષનો દીકરા રીતેશને કોઇ બાબતે પોતાની માસા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી નંદલાલે પુત્રને ઠપકો આપ્યો હતો. જો કે રીતેશને ખોટુ લાગી જતા આપઘાત કરવા માટે તે ધાબા પર ચડી ગયો હતો. 

જેથી તેને મનાવવા માટે ભાઇની પાછળ બહેન રોશની (ઉ.વ 19) પણ દોડી હતી. જો કે જપાજપીમાં ભાઇ બહેન બંન્ને ચોથામાળેથી નીચે પટકાયા હતા. બંન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બહેનનું મોત થતા રિતેશ ખુબ જ માનસિક તણાવમાં આવી ચુક્યો છે.

(9:27 am IST)