Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વૃક્ષારોપણ અને જતન જરૂરી, ગાંધીનગર એશિયાનું સૌથી વધુ હરિયાળુ શહેર હોવાનું આપણું ગૌરવ

અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા 'ગો ગ્રીન' વિષય સાથે વિદ્યાર્થી સન્માન : પર્યાવરણ જાળવણીથી પ્રતિજ્ઞા લેવડાવતા હેમાંગ રાવલઃ શિક્ષણની ડિરેકડટરી -ડાયરીનું વિમોચન

અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા અમદાવાદમાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારંભ પ્રસંગે વિમલ ઉપાધ્યાય, વિજય મારૂ, સુહાગ પંચાલ, હેમાંગ રાવલ વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૧૨: ગઇ કાલે અમદાવાદ શહેરમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ૧૫૦૦થી વધુ વાલી, વિદ્યાર્થીઓની હાજરીમાં ૪૦૦થી વધુ તેજસ્વી  વિધાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં થીમ ગો ગ્રીન પર વૈવિધ્યપૂર્ણ પરફોર્મન્સ, ડાન્સ,નાટક યોજાયા હતાં.

મુખ્ય મહેમાન શ્રી વિમલ ઉપાધ્યાયે (વાઇસ ચેરમેન, બિન અનામત નિગમ)  તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા જણાવ્યું હતું કે આજે જયારે શિક્ષણ સમાજના ચાર પાયાના સ્થંભ બાળક,પાલક,શિક્ષક અને સંચાલક ને ભેગા કરવાના આ મહાયજ્ઞ માટે અમદાવાદ એજયુકેશન ગ્રૂપને બિરદાવુ છું, પર્યાવરણનું જતન કરવુંએ આપણા બધાંની સહિયારી જવાબદારી છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર એ સમગ્ર એશિયાનું સૌથી વધુ હરિયાળુંની શહેર છે તે આપણા માટે ગર્વની બાબત છે વધુ વૃક્ષો વાવવા જરૂરી છે તેટલુંજ વાવેલા વૃક્ષોનું જતન જરૂરી છે.

સંસ્થાનાં ચેરમેન શ્રી વિજય મારુએ જણાવ્યું હતું કે વૃક્ષમાં જીવ છે તે વાત વેદ અને પુરાણોમાં જોવા મળે છે માટે ધર્મએ હંમેશા વિજ્ઞાન આધારિત તથ્યો સાથે હંમેશા પર્યાવરણની જાળવણીનો શદેશ આપેલ છે.

અમદાવાદ એજયુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી સુહાગ પંચાલે જણાવ્યું હતું કે ગ્રુપ સાથે ૧ લાખ થી વધુ વિધાર્થીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે અમે અમારી સંસ્થા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેશે.

મીડિયા કોર્ડીંનેટર શ્રી હેમાંગ રાવલ  હોલમાં ઉપસ્થિત દરેકને પર્યાવરણની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત ફેડરેશન ના પદાધિકારીઓ અને જાણીતા શિક્ષણવિદ શ્રી રાજેન્દ્ર ઉપાધ્યાય, શ્રી દેવાંગ ભટ્ટ, AEGચેરમેન વિજય મારુ, સેક્રેટરી સંદીપ ત્રિવેદી, પોગ્રામ કન્વીનર મનીષ વ્યાસ, સલાહકાર શ્રી સમીર ગજ્જર, ઝંકૃત આચાર્ય અને મીડિયા એડવાઇઝર હેમાંગ રાવલ તથા સ્વીફ્ટ સોલ્યુશનના શ્રી રાકેશ વ્યાસ,શ્રીમતી વનિતા વ્યાસે પોતાની હાજરી આપીને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા પ્રકાશિત એજયુકેશન ડિરેકટરી કમ એકસલુસીવ ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે હેમાંગ રાવલ મીડિયા એડવાઈઝરનો મો.૯૮૯૮૨૩૩૦૩૮ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(3:41 pm IST)