Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પોલીસે માથામાં લાકડી મારતા યુવક પટકાયો : માથામાં ગંભીર ઇજા : બેભાન : અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પર બનાવ

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તથ્ય જાણવા માટે સ્થળ પરના CCTV ફૂટેજ ચેક કરવા પોલીસની ટીમો કામે લગાડી

અમદાવાદ: જમાલપુર ચાર રસ્તા પાસે સાંજે પસાર થતા યુવકને પોલીસે માથામાં લાકડી મારતા ગંભીર ઇજા પહોંચી હોવાનો વીડિયો કોઈ શખ્સે વાયરલ કર્યો હતો. યુવકને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો જ્યાં હજુ સુધી તેણે હોશ આવ્યો નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તથ્ય જાણવા માટે સ્થળ પરના CCTV ફૂટેજ ચેક કરવા પોલીસની ટીમો કામે લગાડી છે.

 જમાલપુર  ચાર રસ્તા પાસે પોલીસે તેણે લાકડીથી વાહન રોકવા ઈશારો કર્યો હતો. જુનેદ વાહન રોકે તે પહેલાં પોલીસ જવાને જોરથી તેના માથામાં લાકડી ફટકારી હતી. ઈજા થતા જુનેદ રોડ પર પટકાતા તેણે માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થળ પર તે મૂર્છિત થઈને પડ્યો હતો.

 આ દરમિયાનમાં કોઈ વ્યક્તિએ વીડિયો બનાવી પોલીસના મારથી યુવકને ઇજા થયાનું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જુનેદની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાક્રમ જુનેદ પઠાણના બનેવી જાવેદ શેખે જણાવ્યું હતું.ઝોન 3ના ડીસીપી મકરંદ ચૌહાણએ આ અંગે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાની જાણકારી અમને મળી છે. આ બાબતે તથ્ય ચકાસવા અમેં CCTV ફૂટેજ ચેક કરી રહ્યા છીએ. ફૂટેજ પરથી કઈ રીતે ઘટના બની તેનો તાગ મળી જશે

(10:58 pm IST)