Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ગુજરાતના પાંચ ગામોની સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે પસંદગી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પસંદ કર્યા : સાણંદના માણકોલ, મોડસર, કલોલ તાલુકાના બિલેશ્વર, રામનગર, ગાંધીનગરના રૂપાલ ગામનો સમાવેશ થાય છે

ગાંધીનગર, તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ જયપ્રકાશ નારાયણની જન્મજયંતિના નિમિત્તે 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' (જીછય્રૃ) ની જાહેરાત કરી હતી. ત્યારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાસંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ૫ ગામોને સાંસદ આદર્શ ગામ યોજના માટે પસંદ કર્યા હોવાનું મળ્યું છે. જેમાં સાણંદ તાલુકાના માણકોલ અને મોડસર, કલોલ તાલુકાના બિલેશ્વર અને રામનગર તેમજ મતક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગરના રૂપાલ ગામનો સમાવેશ થાય છે. ઐતિહાસિક સ્તરે ખૂબ જ પ્રચલિત આ પાંચેય ગામમાં 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' હેઠળ જુદી-જુદી સરકારી યોજનાઓનું અમલ કરીને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવશે.

               જેમાં ભૌતિક માળખાકીય સુવિધાઓ સહિત સ્માર્ટ સ્કૂલ, મેડિકલ ફેસિલિટીઝ, પોતાના ઘરથી વંચિત નાગરિકોને પાકા મકાનો જેવી વિવિધ પ્રકારની સવલતોનો સમાવેશ થાય છે. નળસરોવર રોડ પર આવેલું માણકોલ ગામ અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનું વતનનું ગામ છે. નળસરોવર રોડ પરનું પ્રથમ ગામ હોવાથી પ્રવેશદ્વાર તરીકે ઓળખાતાા ગામમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે બુટભવાની માતાના મંદિરે ત્રીજા નોરતે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. અહીં ચૈત્ર સુદ અગિયારસી પૂનમ સુધી મેળો ભરાય છે અને પૂનમના દિવસે ભગવાન શિવજીનો વરઘોડો પણ નીકળે છે.

આ જ રીતે કલોલના બિલેશ્વર ગામમાં સ્વયભૂં શિવલિંગ બિલેશ્વર મહાદેવના નામથી જાણીતું છે. 2071ની વસતી ધરાવતા આ ગામમાં ભગવાન રામ અને મહાકાળી માતાજીના મંદિરો પણ જોવાલાયક છે. ગાંધીનગર તાલુકાનું રૂપાલ ગામ જગવિખ્યાત પલ્લી યાત્રાથી ખ્યાતિ ધરાવે છે. મહાભારત કાળનું પાંડવોના અજ્ઞાતવાસના સમયનું વરદાયિની માતાનું પવિત્ર મંદિર આવેલું છેરૂપાલ ગામમાં 6587 જેટલી વસતી છે.

(9:39 pm IST)