Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

અમદાવાદ : ગ્રાહક સુરક્ષાના નામે હોટલ વેપારીઓ પાસે ટોડ કરતા ત્રણ મહિલા સહીત છ ઝડપાયા

વડોદરાથી અમદાવાદ આવીને લાયસન્સ ચેક કરવાના બહાને. રૂપિયા પડાવતા

અમદાવાદ : ગ્રાહક સુરક્ષાના નામે હોટલ વેપારી પાસેથી તોડ કરતા 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 3 મહિલા સહિત 6 આરોપી વડોદરાથી અમદાવાદ આવી હોટલ માલિકો પાસે લાયસન્સ ચેક કરવાના બહાને. રૂપિયા પડાવતા અને ગ્રાહક સુરક્ષાના સભ્ય બન્યા બાદ કોર્પોરેશન કે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરે તેવી બાંહેધરી આપી હતી. જોકે વેપારીને શંકા જતા તમામ આરોપીને સ્થાનિક લોકોની મદદથી ઝડપી પોલીસ હવાલે કરવામા આવ્યા છે. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(8:35 pm IST)