Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સોમવારે મુખ્યમંત્રી રૂપાણીની ટંકારાના છત્તર મીતાણા જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીનો ઈ-ડ્રો ગાંધીનગરથી વિડિઓ કોન્ફ્રન્સિંગથી કરશે

MSME એકમોને 500થી 3000 મીટરના 127 પ્લોટ અને જનરલ કેટેગરીના 3000થી 7000 મીટરના 11 પ્લોટ ફાળવશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે રાજ્યના 138 ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી આઇ ડી સીમાં પ્લોટ ફાળવણીનો ઇ- ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે.

 મુખ્યમંત્રી ભરૂચના દહેજ અને સાયખા જી આઇ ડી સીમા ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી ઇ ટી પી પ્લાન્ટના પણ ઇ લોકાર્પણ કરવાના છે.
છત્તરની આ જી આઇ ડી સી 24 હેકટરમાં નિર્માણનું આયોજન છે. તેમાં એમ એસ એમ ઇ એકમોને 500 થી 3000 ચો. મીટરના 127 પ્લોટ અને જનરલ કેટેગરીમાં 3000 થી 7000 ચો. મીટર ના 11 પ્લોટ ફાળવવામાં આવશે
રાજ્યમાં હાલ 212 જેટલી ઔદ્યોગિક વસાહતોમાં 63 હજાર થી વધુ ઉદ્યોગો 17 લાખ ઉપરાંત લોકો ને રોજગાર અવસરો પુરા પાડી રહ્યા છે.
મુખ્યમંત્રી  આ ડ્રો સાથે દહેજ પી સી પી આઇ આર ના ઉદ્યોગો માટેના  247 કરોડ ના સી ઈ ટી પી પ્લાન્ટ અને સાયખામાં 230 કરોડ ના ખર્ચે 40 એમ એલ ડી ક્ષમતા ના સી ઇ ટી પી નો ઇ  લોકાર્પણ કરશે
આ બેય પ્લાન્ટ કાર્યરત થવાથી  આ વસાહતોના પેટ્રોલિયમ કેમિકલ્સ  પેટ્રોકેમિકલ અને ડાઇઝ તેમજ પિગમેંન્ટ ઉદ્યોગો ના ગંદા પાણી નો યોગ્ય નિકાલ થશે અને પર્યાવરણ જળવાશે

(8:18 pm IST)