Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરીને ભાંગરો વાટ્યો :ભૂલ સમજાયા બાદ ટ્વીટ ડિલિટ કર્યુ

એક તૃતિયાંશના હિસાબથી કોંગ્રેસને માત્ર 61 બેઠકો મળે

રાજકોટ : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરીને હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી જણાવ્યું કે 2022માં એક તૃતિયાંશ બેઠકોથી કોંગ્રેસ સરકાર બનાવશે. એક તૃતિયાંશના હિસાબથી કોંગ્રેસને માત્ર 61 બેઠકો મળે છે. ત્યારે 2017માં એક તૃતિયાંશ કરતા વધુ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે ભૂલ સમજાયા બાદ હાર્દિક પટેલે ટ્વીટ ડિલિટ કર્યુ છે.

(8:57 pm IST)