Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

પારડીની ગીતાંજલી પેપર મીલમાં આગ લાગતાં સંચાલકોમાં દોડધામ :ચારથી પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુમાં

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :પારડી જીઆઇડીસીમાં આવેલી ગીતાંજલી પેપર મીલ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આ ઘટનાની જાણ વાપી વલસાડના ફાયર બ્રિગેડને વિભાગને કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી

  પ્રથમ પારડી પોલીસને જાણ કરતા પોલીસે પારડી ફાયરની ટીમને બોલાવી લીધી હતી પરંતુ આ અંગે આગે વિરાટ સ્વરૂપ ધારણ કરતા વધુ વલસાડ-વાપી ની ફાયર ફાઈટર ટીમને બોલાવવાની ફરજ પડી હતી.પી એસ આઈ એસ.બી. ઝાલા અને પીએસઆઇ રાજપૂત તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. કંપનીમાં પેપર બનાવવાનું કામ થતો હોવાનું જાણવા મળ્યું હતું.સદનસીબે આગમાં કોઇ પ્રકારની જાનહાની થઇ નહોતી પરંતુ કંપનીના સંચાલક મેનેજર આગ લાગવા મુદે ચૂપકીદી સેવતા અનેક શંકા-કુશંકાઓ થઇ હતી.6 ફાયર ફાઈટરના જવાનોએ આગને કાબૂમાં કરવા  સતત પ્રયાસ કરી કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટના અંગે કંપનીના સિક્યુરીટી કિશોર કલાકનુમ નાગે પારડી  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગતરોજ ડ્રાઈઓવનની વાયરીંગ રીપેરીંગ કરવામાં આવ્યું હતું તેમ છતાં આગ લાગતા કંપનીની બેદરકારી સામે આવી હતી.

(7:38 pm IST)