Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : રેકોર્ડબ્રેક વધુ 879 કેસ નોંધાયા : કુલ કેસ 41,906 થયા : વધુ 13 લોકોના મોત : મૃત્યુઆંક 2047 થયો

સુરતમાં સૌથી વધુ 251 કેસ, અમદાવાદમાં 172 કેસ ,વડોદરામાં 75 કેસ, રાજકોટ અને ભાવનગરમાં 46-46 કેસ :વધુ 513 દર્દીઓ સાજા થતા કુલ 29,189 દર્દીએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 879 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 513 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 13 દર્દીના મૃત્યુ થયા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 41,906 થઇ છે

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10,661 છે. આ એક્ટિવ કેસમાંથી 10,594 દર્દી સ્ટેબલ છે જ્યારે 67 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,189 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2047 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 205 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 152 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 251 થયા છે  અમદાવાદ જિલ્લામાં 172 નોંધાયા છે જયારે વડોદરામાં 75 કેસ, રાજકોટ અને ભાવનગરમાં 46-46 કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૧૨ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૮૭૯ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૨૦૫

અમદાવાદ કોર્પોરેશન

૧૫૨

સુરત

૪૬

વડોદરા કોર્પોરેશન

૬૮

ભાવનગર કોર્પોરેશન

૩૧

જુનાગઢ

૨૯

મહેસાણા

૨૩

રાજકોટ

૨૩

રાજકોટ કોર્પોરેશન

૨૩

સુરેન્દ્રનગર

૨૧

અમદાવાદ

૨૦

મોરબી

૧૯

ગાંધીનગર

૧૮

અમરેલી

૧૬

ખેડા

૧૬

વલસાડ

૧૬

ભાવનગર

૧૫

ભરુચ

૧૪

બનાસકાંઠા

૧૩

જુનાગઢ કોર્પોરેશન

૧૩

આણંદ

૧૧

ગાંધીનગર કોર્પોરેશન

૧૧

નવસારી

૧૧

પંચમહાલ

૧૦

દાહોદ

કચ્છ

વડોદરા

ગીર સોમનાથ

જામનગર કોર્પોરેશન

બોટાદ

પાટણ

છોટા ઉદેપુર

સાબરકાંઠા

અરવલ્લી

તાપી

મહીસાગર

કુલ

૮૭૯

(9:37 pm IST)