Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

કોરોનાને પગલે રાજપીપળા સમસ્ત વેપારીમંડળોનો સ્વૈચ્છિક નિર્ણય : બપોરે ૨ વાગ્યા બાદ તમામ ધંધા બંધ: કેટલાક વેપારીઓ મુજબ આ નિર્ણય તદ્દન ખોટો : સંક્રમણની શક્યતા વધશે

સોમવારથી તમામ દુકાનો સવારે ૭ થી બપોરના ૨ સુધીજ ખુલ્લી રહેશે :બપોરે ૨ વાગ્યા બાદ કાપડ,શાકભાજી,પ્રોવિઝન,વાળંદ કરીયાણા સહિતના તમામ ધંધો કરતાં વેપારીઓ દુકાન બંધ રાખશે

(ભરત શાહ દ્વારા- રાજપીપળા : રાજપીપળા : હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના કારણે સરકારે લોકડાઉન બાદ અનલોકની જાહેરાત કર્યા બાદ થોડાક દિવસોથી દેશમાં કોરોનાના કેસની જાણે રાફડો ફાટ્યો હોય જેમાં નર્મદા જિલ્લામાં પણ રોજ નવા મવા પોઝીટીવ કેસની સંખ્યા વધતા આ બાબત ચિંતાનો વિષય બની છે.લોકોને થોડીક છૂટછાટ મળતા જ બિન્દાસ બની કોરોના સંક્રમણ ની પરવાહ કર્યા વિના ફરતા હોય જે બાબત આ તબક્કે ગંભીર છે ત્યારે તંત્ર ગમે તેટલી છૂટછાટ આપે પણ રાજપીપળા ના સમસ્ત વેપારી મંડળે હાલમા કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇ સોમવારથી રાજપીપળા ના તમામ વેપારી મિત્રો એ ગ્રાહકોના સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી સવારે ૭ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી બજારો ચાલુ રાખવા ત્યારબાદ પોતની દુકાનો ફરજિયાત બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

   વેપારી એસોસિએશનના આ નિર્ણય બાદ કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે વેપારી એસોસિએશન દ્વારા દરેક વેપારીનો અભિપ્રાય લેવાયો નથી ઉપરાંત જો સમય ઘટાડવામાં આવશે તો ઓછા સમયના કારણે બજારોમાં લોકોનો ધસારો જોવા મળશે જેથી સંક્રમણનો ભય વધુ રહેશે અત્યારે સમય વધુ હોવાથી ખૂબ સારું અને સ્મૂથ સર્ક્યુલેશન ચાલે છે ત્યારે સમય ઘટાડવાની નર્મદા જિલ્લામાં કોઈ જરૂરત ન હતી

(6:35 pm IST)