Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓનો ઓનલાઇન શિક્ષણ કનેક્ટિવિટી અંતરાયરૂપ :નેટવર્ક નથી તો ભણશે કેમ ??

નર્મદા જિલ્લાના ગામો હજુ કનેક્ટિવિટી વિનાના: 10 થી વધુ ગામોમાં છેલ્લા દોઢ માહિનાથી BSNL ના કેબલો કપાતા મોબાઈલ, ઇન્ટરનેટ સહીત લેન્ડલાઈન તમામ સુવિધાઓ બંધ

 રાજપીપળા:કોરોના વચ્ચે લોકડાઉનમાં શાળાઓ બંધ છે.વિદ્યાર્થીઓના અભ્યાસનો મોટો પ્રશ્ન સરકારને સતાવી રહ્યો છે.સરકારે આનો પણ ઉપાય શોધી કાઢ્યો છે, મોબાઈલ સ્કૂલ એટલે કે ઓન લાઈન શિક્ષણ. હાલ ગુજરાતના દરેક વિસ્તારમાં ઓન લાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે.તો સાથે સાથે ગુજરાત સરકારે TV પર પણ શિક્ષણ આપવાની શરૂઆત કરી છે.પણ ઓન લાઈન શિક્ષણ શહેરી વિસ્તારમાં જ શક્ય છે, ગુજરાતમાં હાલમાં પણ એવા વિસ્તાર છે કે જ્યાં કનેક્ટિવિટીનો અભાવ છે.

અહીં વાત છે નર્મદા જિલ્લાની, નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે જેથી જિલ્લો વિશ્વના નકશામાં અંકિત તો થયો છે.પણ એ જ નર્મદા જિલ્લાના ઘણા ગામો કનેક્ટિવિટીથી વંચિત છે, જ્યાં કનેક્ટિવિટી ઉપલબ્ધ છે તો ત્યાં ઇન્ટનેટટ કંપનીઓના વાયરો કપાઈ જતા નેટવર્ક આવી રહ્યું નથી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થોડા જ કિલોમીટર દૂર નાંદોદ તાલુકાના ઓરી, વરખડ, સિસોદરા, કાંદરોજ સહીતના 10 થી વધુ ગામોમાં છેલ્લા દોઢ માહિનાથી BSNL ના કેબલો કપાતા મોબાઈલ, ઇન્ટરનેટ સહીત લેન્ડલાઈન તમામ સુવિધાઓ બંધ છે.ડેડીયાપાડા, સાગબારાના ઘણા ગામો કનેક્ટિવિટીથી વંચિત છે.હાલ કોરોનાને લઈને મોબાઈલ શિક્ષણ આપવામાં આવે છે ત્યારે ઇન્ટરનેટ ન હોય જેને લઈને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને અન્ય ટેલિકોમ કંપનીઓના ટાવરો ન હોવાથી નેટવર્કને અભાવે શિક્ષણ પર પણ માઠી અસર પડી રહી છે.

ઘણી બધી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ બધાને અસર પડતી હોય આગેવાનો દ્વારા અનેક વાર રજૂઆતો BSNL રાજપીપલાની કચેરીએ કરી ત્યારે ટેક્નિશિયન નથી પાલનપુરથી આવવાના છે એમ કહી અધિકારીઓ ગમે તેમ જવાબો આપતા હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે.તો વહેલી તકે આ નેટર્વક ચાલુ થાય એમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.તો વિદ્યાર્થીઓ મોદીજીને પ્રશ્ન કરી રહ્યા છે કે મોદીજી અમારા વિસ્તારમાં નેટવર્ક નથી તો ઓન લાઈન કેવી રીતે ભણીએ??

 

(12:07 pm IST)