Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ગુજરાત ATSની મોટી સફળતા: 38 વર્ષથી ફરાર હત્યા અને લૂટના આરોપીની રાજસ્થાનના બાડમેરમાંથી ધરપકડ કરાઈ

એટીએસની એક ટીમ બિજાવાલ નિવાસી શક્તિદાનને ત્રણ હત્યા અને બેંકની લૂંટના ગુનામાં શોધી રહી હતી

અમદાવાદઃ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે બાડમેરના સરહદી ગડરારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિને પોલીસ ત્રણ હત્યા અને બેંક લૂંટના કેસમાં લગભગ 38 વર્ષથી શોધી રહી હતી

 . જો કે આ ધરપકડ દરમિયાન એક નાટકીય ઘટના જોવા મળી હતી. જ્યારે આ વ્યક્તિને ગુજરાત એટીએસની ટીમે પકડ્યો તો તેના પરિજનોએ બાડમેર પોલીસને અપહરણની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે નાકાબંધી કરી એટીએસ ટીમને અટકાવ્યો. બાદમાં એટીએસે 38 વર્ષ જુના કેસ અંગેની માહિતી આપી હતી, જેમાં કાગળો પણ હતા. ત્યારબાદ પોલીસે તેમને જવા દીધા હતા.

બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્માએ જણાવ્યું હતું કે 1982 માં ગુજરાત એટીએસની એક ટીમ બિજાવાલ નિવાસી શક્તિદાનને ત્રણ હત્યા અને બેંકની લૂંટના ગુનામાં શોધી રહી હતી. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે બાડમેર જિલ્લાથી સરહદ વિસ્તારમાં શક્તિદાન આરામથી રહે છે. બાતમી મળ્યા બાદ એક ટીમે આજે સવારે તેને ઝડપી પાડ્યો હતો.

 

ગુજરાત એટીએસે આ અંગે બાડમેર પોલીસને જાણ કરી નહોતી. આવી સ્થિતિમાં એટીએસના શક્તિદાનને અચાનક ઝડપી પાડવાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. અપહરણની આશંકા થવા પર પરિવારે પોલીસને જાણ કરી હતી. તેના પર પોલીસે એટીએસ ટીમને નાકાબંધી કરી અટકાવી દીધી હતી. બાદમાં એટીએસની ટીમે વોરંટ બતાવવાની સાથે જ 38 વર્ષ જુના કેસની પોલીસને જાણ કરી હતી..

(12:01 pm IST)