Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

અમદાવાદમાં ૪ વિસ્તાર કોન્ટેનમેન્ટ મુકત થયા જયારે ૮ વિસ્તાર માઇકો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા

સતત ૧૧ દિવસથી માઇકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં થતો વધારો ચિંતીત

અમદાવાદ: ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સતત પગલા લેવાઈ રહ્યાં છે. AMC દ્વારા છેલ્લા 11 દિવસોથી શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો કરાઈ રહ્યો છે, ત્યારે આજે વધુ 8 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા કરીને 4 વિસ્તારોને માઈક્રો કન્ટેમેન્ટ ઝોનમાંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

(11:51 am IST)