Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

પાટણમાં ગઇકાલે મેઘરાજાએ એક સાથે ૩ ઇંચ પાણીથી લોકોને તૃપ્ત કરી દીધા

ઠેર-ઠેર પાણી ભરાયા : સર્વત્ર મેઘમહેરથી લોકોમાં ખુશી છવાઇ

પાટણ :સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે પાટણમાં શનિવારે સાંજે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે 6 થી 6.30 દરમ્યાન 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે પાટણવાસીઓએ હાશકારો લીધો હતો. સર્વત્ર મેઘમહેર થતા લોકોમાં ખુશી છવાઈ હતી.

ગઈકાલે મોડી સાંજે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાટણ જિલ્લાના પાટણ, ચાણસ્મા, હારીજ, શંખેશ્વર સહિત રાઘનપુર તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. પાટણના રાજપુરા, અનાવાડા, અધાર, કુંણઘેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં હારીજ, અડીયા, બોરતવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચાણસ્મા શહેર તેમજ કમ્બોઈ રૂપપુર મહેમદપુર જેવા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શંખેશ્વરના રૂની કુવારદ, રણોદ, પાડલા સહિત ગ્રામ્ય વિસ્તારો, રાઘનપુરના કમાલપુર, સાતુંન, પેપળી, મહેમદાવાદ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. અતિશય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(11:36 am IST)