Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજપીપળામાં મામૂલી વરસાદમાં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા ગાબડાં વાહન ચાલકો માટે જોખમી છેલ્લા દસેક વર્ષથી કાળા ઘોડાથી જકાતનાકા જતો માર્ગ પ્રથમ વરસાદ માં જ ધોવાઈ જાય છે:

માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે ડામર પાથરી રિકાર્પેટિંગ કરાય છે ત્યારે એ ફક્ત પૈસાનો બગાડ હોય આ માર્ગ પરથી મંત્રીઓ કે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓના વાહનો પણ પસાર થાય છે છતાં તંત્રની કામગીરી લુલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતા કેટલાક માર્ગ દર વર્ષની જેમ આ ચોમાસાની શરૂઆત માંજ ધોવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને દર વર્ષે સંતોષ ચાર રસ્તા પાસેના માર્ગ પર વરસાદ પડતાજ મોટા ખાડા પડી જતા હોય આ ખાડામાં પાણી ભરાય છે જેના કારણે વાહન ચાલકો ખાડામાં પટકાઈ છે અને તંત્રની લાપરવાહીના કારણે અકસ્માત થતા લોકો ઇજા પામે છે છતાં વર્ષો થી આ સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ લવાતું નથી ત્યારે વડીયા જકાતનાકાથી કાળા ઘોડા સુધી નો માર્ગ જો ડામરની જગ્યા એ સી.સી રોડ બનાવાય તો આ કાયમી તકલીફનો અંત આવે એમ લોકો નું માનવું છે પરંતુ દર ચોમાસામાં પડતા ભુવા ઉપર માટી અને ત્યારબાદ મેટલ નાખી ડામર પાથરતું તંત્ર દર વર્ષે મરામત પાછળ ખોટો ખર્ચ કરે છે.માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ આ માર્ગ નું કાયમી નિરાકરણ આવે એ માટે ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું. 

 જોકે ગત વર્ષે માર્ગ મકાન વિભાગ ના ઇજનેરે એમ જણાવ્યું હતું કે સીસી રોડ માટે ની દરખાસ્ત મૂકી છે મંજુર થયે સીસી માર્ગ બનશે પરંતુ એ વાત ને એક વર્ષ થવા છતાં હજુ આ બાબતે કોઈજ કામગીરી થયેલી જોવા મળી નથી તો શું આ માર્ગ પર કોઈનો ભોગ લેવાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે..?

(9:46 pm IST)