Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ભીલડી-પાટણની નવી રેલ્વે લાઈન પર મુડેઠા પાસે માલગાડીની અડફેટે યુવાનનું કરૂણમોત

અસ્થિર મગજના મૃતક રતનસિંહ રાઠોડની લાશને પીએમ માટે ખસેડી

 

ભીલડી-પાટણની નવી રેલ્વે લાઈન ઉપર આવેલ મુડેઠા (ગોગાપુરા) ગામ નજીક માલગાડીની ટક્કરે અસ્થિર મગજના યુવાન રાઠોડ રતનસિંહ આંબાજી( ..૩૧) નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

  ઘટનાની જાણ થતાં દોડી આવેલી ભીલડી પોલીસે લાશ પોસ્ટમોર્ટમ અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ લાશ વાલીવારસોને સુપ્રત કરાઈ હતી. બાબતે પોલીસે અકસ્માતે મોતનો ગુનોદાખલ કરી વધુ તપાસ .એસ.આઈ.વિહાજી ચલાવે છે

 . અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભીલડી-પાટણની નવી રેલ્વેલાઈન શરૂ થઈ છે જેથી પંથકમાં ખુશાલી છવાઈ છે પરંતુ રેલ્વેલાઈન ઉપર મોતનો પ્રથમ બનાવ બનતા પંથકમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ છે.

(12:46 am IST)
  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST