Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગુજરાત એસટીમાં 2249 ડ્રાયવરોની ભરતી પ્રક્રિયા શરૂ : 11 ઓગસ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ધોરણ-10 પાસ અને 25 થી 38 વર્ષના વાહન ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ ધરાવતા અરજી કરી શકશે

 

અમદાવાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં 2249 ડ્રાયવરોની ભરતી બહાર પડી છે. GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી મુજબ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ રવિવાર છે.

સરકારી ભરતીઓની વેબસાઇટ ઓજસ પરથી ઓનલાઇન એપ્લીકેશન કરી અને ઉમેદવારો નોકરી માટે આવેદન કરી શકશે. ધોરણ 10 પાસ કરેલા કોઈ પણ વ્યક્તિ ભરતીમાં ભાગ લઈ શકશે. પરંતુ તેમાં હેવી વાહન ચલાવવાનું લાયસન્સ અને ચાર વર્ષનો અુનભવ જરૂરી છે.

અરજી કરવા માટે GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે ધોરણ 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો આવેદન કરી શકશે. આવેદન કરવા માટે https://ojas.gujarat.gov.in પરથી એપ્લાય કરી શકાશે.

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 12 જુલાઈ 2019થી 11 ઓગસ્ટ 2019 સુધી રાખવામાં આવ્યો છે.

GSRTC દ્વારા કુલ 2249 ડ્રાયવરોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ડ્રાયવરોનો ફીકસ પગાર પાંચ વર્ષ માટે 10,000 રૂપિયા રહેશે. ભરતી માટે મહત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ રાખવામાં આવી છે.

ડ્રાયવરોની ભરતી માટે 25થી 38 વર્ષ વયમર્યાદામાં આવતા ઉમેદવારો અરજી કરી શકશે. હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષનો અનુભવ જરૂરી રહેશે.

(10:52 pm IST)