Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ફતેવાડી-ખારીકટ કેનાલ ખાતે નર્મદા જળ છોડાશે: વિજયભાઇ રૂપાણીની ખેતી કલ્યાણલક્ષી સંવેદના

Alternative text - include a link to the PDF!

અમદાવાદ,તા.૧૨: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-ર૦૧૯માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૧પ જુલાઇથી ૪પ દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીના આ કિસાન હિત અભિગમને પગલે અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને રપ હજાર હેકટર વિસ્તાર તેમજ ખારીકટ યોજનાના દસક્રોઇ, બારેજા, માતર તાલુકામાં ૪પ૦૦ હેકટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરની સિંચાઇ માટે ૧પ જુલાઇ-ર૦૧૯ થી ર૪ ઓગસ્ટ સુધી એકંદરે ૩૧૦૯ એમસીએફટી નર્મદાનું પાણી છોડવામાં આવશે.

(9:46 pm IST)
  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST