Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

શિક્ષણ સંચાલન પ્રક્રિયામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

શિક્ષણ વિભાગની જોગવાઈ પર ચર્ચા હાથ ધરાઈ: ચોક્કસ સમયમાં પીએચડી કરનારને માસિક ૧૫૦૦૦નું સ્ટાઇપેન્ડ અને અન્ય ખર્ચ પેટે ૨૦૦૦૦ની સહાય મળશે

અમદાવાદ,તા.૧૨: શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મ પરિવર્તન લાવવા માટે શિક્ષણ વિભાગે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા નોંધપાત્ર અને વ્યુહાત્મક પ્રયાસોના પરિણામે રાજ્યના શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ભારતના તમામ રાજયોની શિક્ષણની કામગીરીને ધ્યાને રાખી  અપાતા પર્ફોમન્સ  ગ્રેડીંગ ઈન્ડેક્ષ (પી.જી.આઈ.)માં કેટલાક મહત્વના ઇન્ડીકેટરના લર્નિગ આઉટકમ્સો અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦માંથી ૯૯, શિક્ષણની સમાન તકોમાં ર૩૦માંથી ર૦૭,  શિક્ષણ સંચાલન પ્રક્રિયામાં ૩૬૦માંથી ર૭૯ સ્કો૧ર મેળવી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને રહયું છે. જયારે આ પાંચેય ઈન્ડીકેટરની સરેરાશના આધારે ગુજરાતને સમગ્ર દેશમાં ત્રીજૂ સ્થાન પ્રાપ્ત થયું હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું  હતું. શિક્ષણ મંત્રીએ એમ પણ જણાવ્યું  હતું કે, રાજ્યના શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તનના કારણે અને શાળાઓની ભૌતિક સુવિધાથી આકર્ષિત થઈને સમાજમાં સરકારી શાળા તરફ અસંખ્ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. છેલ્લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે.  ભારત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ માટે ગ્રીન યોર સ્કૂલ અંતર્ગત ગ્રીન સ્કૂલ એવોર્ડ એનાયત કરાય છે, તે અંતર્ગત ગત વર્ષ ભરૂચ જિલ્લાની આંકલવા અને ડાંગ જિલ્લાની ગોંડલ વિહિર સરકારી પ્રાથમિક શાળાએ ગ્રીન સ્કૂલ તરીકેનો પ્રથમ એવોર્ડ અને દ્વિતીય ક્રમનો એવોર્ડ મેળવ્યો હતો તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. શિક્ષણ  વિભાગની ૩૦૦૪પ કરોડની અંદાજપત્રીય માગણીઓ પરની ગૃહમાં થયેલી ચર્ચાનો ઉત્તરવાળતા શિક્ષણ મંત્રીએ કેટલી નવી જાહેરાતો કરતા જણાવ્યું  હતું કે,  શિક્ષણની સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપ  રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ષ ર૦૧૯-ર૦થી ધોરણ-પ અને ધોરણ-૮માં અભ્યાયસ કરતાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે માસ સઘન શિક્ષણ આપી પુનઃ પરીક્ષા લેવામાં આવશે.

 રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સલામતી માટે સરકારી પ્રાથમિક શાળાઓને સીસીટીવી કેમેરાની સગવડ પૂરી પાડી બાળકોને સલામતી પૂરું પાડવાનું આયોજન કરાયું છે. શિક્ષણ ક્ષેત્રે કેટલીક નવી બાબતોની વિગતો આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ધોરણ-૧ થી ૧૦ માટે એનીમેટેડ ઈ-કન્ટેમન્ટય તેમજ વર્ગખંડ આધારિત વિડીયો કન્ટેન્ટ, શાળા વ્યવસ્થાપન અને શૈક્ષણિક પ્રક્રિયા માટે ઈ-રીસોર્સ પોર્ટલ, કન્ટેન્ટક નિર્માણ માટે શિક્ષક તાલીમ, શિક્ષકોને આઈસીટી ક્ષેત્રે પાયાગત મુશ્કેલી નિવારણ તાલીમ, શાળા કક્ષાએ કમ્યુરટર લીટરસી સેન્ટર, શાળા કક્ષાએ બાયોમેટ્રિક એટેન્ડન્સ સીસ્ટમ, શાળા કક્ષાએ ઓનલાઈન એસસમેન્ટ્ સીસ્ટમ, જેવા ઈનીશીએટીવ હાથ ધરવા ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ એજયુકેશનલ ટેકનોલોના પુનઃગઠન માટે  ૧૦૦ કરોડની નવી બાબત રજૂ કરવામાં આવેલ છે.

(9:46 pm IST)
  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST

  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST