Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સુરતમાં મનપાના સફાઈ કામદારોના વેતન વધારા સહિતની માંગ સાથે પ્રતીક ઉપવાસ

પડતર માંગણીઓને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ : ભરતીમાં અને હાજરીમાં ચેડા કરવાનો આક્ષેપ

સુરતમાં સફાઇ કામદારો વેતન વધારવાના મામલે મનપા કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસી ગયા છે. વેતન વધારા સહીતની પડતર માંગણીઓને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

 કેટલાક મનપા ઝોનમાં અધિકારીઓની સામે જ ભરતીમાં અને હાજરીમાં ચેડા કરવાનો આક્ષેપ કર્યો હતો. વહેલી તકે પડતર પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

 
(8:58 pm IST)