Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બોરસદ તાલુકાના રાસ ગામે નજીવી બાબતે ઝઘડો કરી મહિલા પર જીવલેણ હુમલો થતા અરેરાટી

બોરસદ:તાલુકાના રાસ ગામની ભાઈની ખડકીમાં રહેતા મધુબેન રાવજીભાઈ પટેલની સાથે ગત ૨૭મી જૂનના રોજ સવારના આઠેક વાગ્યાના સુમારે મિલનભાઈ અરવિંદભાઈ પટેલ, હેપ્પીબેન મિલનભાઈ પટેલ અને મીનાબેન અરવિંદભાઈ પટેલે ભાગીદારીના ટ્રેક્ટર બાબતે ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલી ઝપાઝપી કરી હતી. ઉશ્કેરાયેલા મિલનભાઈએ ડાબા હાથના કાંડા ઉપર લાકડાનો ડંડો મારી દેતાં ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. આ અંગે વીરસદ પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

(5:12 pm IST)